જો તમે કરિયર ઓરિએન્ટેડ વ્યક્તિ છો તો તમે એવા પાર્ટનરને પસંદ કરો છો જે પોતાના પાર્ટનર તરીકે કરિયર ઓરિએન્ટેડ વ્યક્તિને પસંદ કરતા હોય અને સાથે જ એવી છોકરીને પોતાની વાઇફ તરીકે પસંદ કરશો જે તમારી દરેક વાતમાં તમારો સાથ આપે. તમારી કરિયરને પણ મહત્વ આપે.
ભારતીય પુરુષો પોતાની પત્નીમાં એવા ગુણ શોધે છે જેના કારણે તેમનું અનેકગણું કામ સરળ બની જાય. એક સર્વેના આધારે જાણવા મળ્યું છે કે 83.5 ટકા ભારતીય પુરુષો એવા પાર્ટનર ઇચ્છે છે કે જે કરિયર ઓરિએન્ટેડ હોય.
ક્રિકેટના વખાણ કરે, ક્યૂટ ખેલાડીઓના નહીં
ક્રિકેટ ભારતમાં ઘર્મની જેમ છે અને સાથે પતિના ક્રિકેટ મેચ જોવા માટે કપલ્સની વચ્ચે થતા ઝઘડા સામાન્ય વાત છે. ઘણા ઘરોમાં આવા પુરુષોની પાર્ટનર એવી વ્યક્તિ હોય છે જે તેમની પર રોકટોક ન કરે અને જેમને મેચનો શોખ હોય.
ફોન સાથે ચોટી રહેનારી
પુરુષોને એવી છોકરીઓ પસંદ હોતી નથી જે હંમેશા ફોન સાથે ચોંટેલી રહે છે. સર્વેના આધારે ભારતીય પુરુષો આવી છોકરીઓથી ચિઢાય છે.
ન્યૂઝ જોવે અને જેની પોતાની સૂઝ હોય
જ્યાં અનેક પુરુષોને ક્રિકેટ લવિંગ પાર્ટનર પસંદ છે તો કેટલાકનું માનવું છે કે પાર્ટનર એવા હોવા જોઇએ જે તાજા ખબરોથી અપડેટ રહે.
સહકર્મીઓથી લગ્ન નહીં
ઓફિસ રોમાંસના કેટલાક ફાયદા છે અને સાથે તમારા પાર્ટનરને હંમેશા આંખ સામે રહેવાનો ફાયદો પણ મળે છે. તેનાથી ક્યારેક કેટલાક નુકશાન પણ થાય છે.સર્વે કહે છે કે ભારતીય પુરુષો એવી છોકરીઓ સાથે લગ્ન કરવા ઇચ્છે છે જે કોઇ ખાસ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલી હોય. તેમનું માનવું છે કે એકસાથે કામ કરવાથી પતિ પત્નીમાં સેલેરી વઘવાના કે અન્ય મુદ્દા પર ઝઘડા થઇ શકે છે.
પત્ની કોઇ રિયાલિટી શોની ક્રેઝી ન હોય
80 ટકા ભારતીય પુરુષોને રિયાલિટી ટીવી શોનો ક્રેઝ હોય છે. આવી છોકરીઓ લાઇફપાર્ટનરના રૂપમાં જલ્દી પસંદગી પામતી નથી. માટે એલર્ટ થઇ જાઓ અને આવા શોખથી દૂર રહો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર