અન્ડરટેકર ના નામથી ઓળખાતા WWE ના સ્ટાર રેસલર નું અસલી નામ માર્ક વિલિયમ કેલાવે છે. આનો જન્મ 24 માર્ચ 1965 માં થયો હતો. 1984 માં તેમણે રેસલિંગ કરિયરની શરુઆત કરી. આ લેખ ના માધ્યમે અમે તમને અન્ડરટેકર વિષે કેટલીક ચોકાવનારી વાતો જણાવવાના છીએ.
જયારે અન્ડરટેકરે રેસલિંગ ની દુનિયામાં પગ મુક્યો ત્યારે તે પોતાની પહેલી ફાઈટ બ્રુસર બોડી થી હારી ગયા હતા. પરંતુ, આના પછી ક્યારેય બ્રુસર બોડી અન્ડરટેકરને હરાવી નથી શક્યા.
અન્ડરટેકરને WWE માં રેકોર્ડ જીત અને પોતાના ખતરનાક મુવ્સ ને લીધે ‘ડેડમેન’ ના નામથી પણ ઓળખાય છે. તેમને ‘ધ અમેરિકન એસ’ પણ કહેવાય છે.
WWE ના સ્ટાર કેન, અન્ડરટેકર ના સાવકા ભાઈ (step brother) છે. આ બંને ભાઈની ટીમ ને ‘બ્રધર ઓફ ડીસ્ટ્રકશન’ પણ કહેવાય છે. બંને એ સાથે મળીને સાત વાર ટેગ ટીમ ચેમ્પિયન હોવાનું ગૌરવ હાંસિલ કર્યું છે, જે એક રેકોર્ડ છે.
અન્ડરટેકર એક એવા પહેલવાન છે જેમને 1991 ડીસેમ્બરથી, 1993 સપ્ટેમ્બર સુધી મેચ ગુમાવ્યા વગર ત્રણ વાર ‘વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયનશીપ’ નો ખિતાબ જીત્યો, જે એક વર્લ્ડ રેકોર્ડ છે.
અન્ડરટેકરે હોલીવુડની બે ફિલ્મો ‘સુબર્બન કમાન્ડો’ અને ‘બીયાંડ હયેટ’ ની સિવાય ત્રણ ટીવી શો માં પણ કામ કર્યું છે.
અક્ષય કુમાર ની ફિલ્મ ‘ખિલાડીયો કા ખિલાડી’ માં અન્ડરટેકર ના ચરિત્રને એક ખલનાયક ના રૂપે પ્રસ્તુત કર્યું છે. આ ફિલ્મ માં અન્ડરટેકર નો રોલ ‘બ્રાયન લી’ દ્વારા ભજવવામાં આવ્યો છે.
બ્રાયન લી પોતાને અન્ડરટેકર ની જેમ પ્રસ્તુત કરીને WWF માં જઈ ચુક્યા છે. પ્રશંસક વ્યંગાત્મક રીતે બ્રાયન લી ને ‘અન્ડરફેકર’ કહીને બોલાવે છે. પરંતુ, અસલી અન્ડરટેકરે બ્રાયન લી ને 3 ફાઈટ્સ માં લગાતાર હરાવી દીધો હતો.
અન્ડરટેકર WWE ના રેસલમેનીયા ઇવેન્ટ માં ફક્ત એક જ વાર હાર્યા છે. 7 એપ્રિલ 2014 ના રેસલમેનીયા ઇવેન્ટ માં બ્રોક લેસનરે અન્ડરટેકર ને હરાવ્યો હતો. જયારે 24 ઓગસ્ટ 2015 માં યોજાયેલ એક મેચ માં અન્ડરટેકરે બ્રોક લેસનર ને હરાવ્યો હતો.
અન્ડરટેકરે પોતાના રેસલિંગ કરિયર માં 750 થી વધારે સ્પર્ધા રમી છે. આમાંથી 67 ટકા મેચમાં તમને જીત હાંસિલ કરી છે જયારે 24 ટકા હાર્યા અને બાકીના ડ્રો છે. તેમણે WWE માં 100 થી પણ વધારે ટાઇટલ્સ (શિર્ષકો) જીતેલા છે.
અન્ડરટેકરે ત્રણ વાર લગ્ન કર્યા છે, જેણે 4 સંતાનો છે. તેમની પહેલી પત્ની ‘જોડી’ સાથે તેમના લગ્ન 1989 માં થયા અને 1999 માં છુટાછેડા પણ થયા. તેમને જોડી થી ‘ગુનર વિસેન્ટ’ નામનો પુત્ર પ્રાપ્ત છે. બીજા લગ્ન ‘સારા’ સાથે થયા હતા. જેની બે પુત્રીઓ ‘ચાસે’ અને ‘ગ્રેસી’ છે. આ લગ્ન વર્ષ 2000 થી 2007 સુધી ચાલ્યા. તેમના ત્રીજા લગ્ન ‘મિશેલ’ સાથે વર્ષ 2010 માં થયા, જે હજુ સુધી ચાલે છે. મિશેલ પાસીથી તમને પુત્રી ‘કિયા કેથ’ છે.