અનોખી છત્રી, જે કાગડો થશે, પણ ભીંજાવા દેશે નહીં

Unique umbrella, which will crow, but will not Wet

છત્રીની હાલમાં જે ડિઝાઈન છે તેનાથી તમે વરસાદથી બચી તો શકો છો, પણ તેની સાથે તે ઘણી સમસ્યા પણ લઈને આવે છે, જો કે સાયપ્રસના એક એન્જિનિયરે છત્રીની જે નવી ડિઝાઈન બનાવી છે તે કદાચ તમામ સમસ્યાનો અંત આણી દેશે, શું છે એવું આ છત્રીમાં તે જોઈએ…

વિશ્વમાં નિતનવી શોધ થતી રહે છે અને એ દરેક શોધ એઅવી હોય છે કે જેનાથી માનવીની કોઈને કોઈ સમસ્યા હલ થઈ શકે છે. હવે એક નવી શોધ થઈ છે અને તે છે છત્રીની ડિઝાઈનમાં ફેરફારની શોધ, છેલ્લાં 3 હજાર વર્ષથી ચાલતી આવેલી છત્રીની ડિઝાઈન આ શોધને કારણે હવે બદલાય જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. સાયપ્રસના એક એન્જિનયર જેનન કાઝીમે ઉપરની તરફ બંધ થતી છત્રી બનાવી છે.  વિશ્વમાં વિષમ વાતાવરણમાં રહેતા લોકો પોતાની રોજીંદી જરૂરિયાતો માટે વધુ સભાન હોય છે. આવો જ એક દેશ બ્રિટન છે, જ્યાં ક્યારે વરસાદ પડે કે બરફ પડે તે નક્કી નથી હોતું. તેના કારણે સ્થાનિક રહિશો છત્રી હમેશા પોતાની સાથે રાખે છે. વર્ષો જૂની છત્રીની જે ડિઝાઈન છે તે અનુસાર આ છત્રી કારમાં બેસીને બંધ કરતા કે પછી કારમાથી બહાર નીકળતી વખતે ખોલતા ખાસ્સી તકલીફ પડે છે. વળી ઘણીવાર જોરદાર વરસાદ પડતો હોય ત્યારે એ છત્રી કારમાં બેસીને બંધ કરવા જઈએ તો તે દરવાજો આખો ખોલીને બહારની તરફ રાખીને બંધ કરવી પડે છે અને તેમાં જે તે વ્યક્તિ અડધો ભીનો થઈ જાય છે. આવું જ કારમાંથી બહાર નીકળતી વખતે જોરદાર વરસાદ થતો હોય ત્યારે છત્રી ખોલતી વખતે થાય છે.

Unique umbrella, which will crow, but will not Wet

આ તમામ બાબતોનવો અભ્યાસ કરીને સાયપ્રસના કાઝ ડિઝાઇન્સના એન્જિનિયર જેનમ કાઝીમે એવી છત્રીની શોધ કરી કે જે ઉપરની તરફ બંધ થાય, જેના કારણે બંધ કરતી વખતે કપડા પર પાણીના છાંટા પણ નહીં ઉડે. તેમણે આ ડિઝાઈનની પેટન્ટ પણ કરાવી લીધી છે. હાલમાં આ છત્રીની કિંમત 25 હજાર પાઉન્ડ છે, જે સામાન્ય છત્રી કરતા હજાર ઘણી છે. તેનો પ્રોફેશનલ વપરાશ થાય ત્યારે જ તેની સાચી કિંમત બહાર આવશે.

જેનમ કઝીમ દ્વારા આ છત્રીને કાઝમ્બ્રેલા નામ અપાયું છે. હાલની છત્રી અંગે તેમણે કહ્યું કે હાલની છત્રીની ડિઝાઈન છેલ્લાં ત્રણ હજાર વર્ષથી ચાલતી આવી છે. આપણે તેનાથી સારી છત્રી બનાવી શકીએ. મુંબઈના ભારે વરસાદમાં આ છત્રી ખુબ ઉપયોગી થઈ શકે તેમ છે. જો કે આ છત્રી ભારતમાં સન 2015ના અંતિમ મહિનાઓમાં મળી શકશે, જેના કારણે આવતા વર્ષ સુધી ઉપયોગ કરી શકાશે નહીં. જ્યારે કેરળ, આંધ્ર અને તામિલનાડુ, જેવા ભારે વરસાદ ધરાવતા રાજ્યોમાં આ છત્રી આ વર્ષના અંતિમ મહિનાઓમાં વાપરી શકાશે.

આ છત્રીની જે ડિઝાઈન છે તે જોતા જૂનવાણી ડિઝાઈનની છત્રીની જેમ તેમાંથીપાણી બહાર નીતરતું નથી તેથી તમેતેને લઈને સીધા ઘરમાં ઘૂસી શકો છો, જો જોરદાર પવન ફૂંકાતો હોય તો વર્ષો જૂની ડિઝાઈનવાળી છત્રી કાગડો થઈ જવાનો ભય રહે છે પણ છત્રીની આ નવતર ડિઝાઈનમાં એવો ભય રહેતો નથી.

અનોખી છત્રી બનાવનાર

Unique umbrella, which will crow, but will not Wet

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,539 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>