‘અનુષ્કા’ બની ‘સ્વચ્છ ભારત અભિયાન’ નો નવો ચહેરો!!

anushka5_040612095712

અમિતાભ બચ્ચન બાદ ‘સ્વચ્છ ભારત અભિયાન’ નો નવો ચહેરો અનુષ્કા શર્મા છે. અનુષ્કા શર્માને આ અભિયાન ની બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવી છે.

તમે અત્યાર સુધી સ્વચ્છતા અને શૌચાલય બનાવવાની જાહેરાત કરતી વિદ્યા બાલનને તો ટીવી કે રેડિયોમાં એડ આપતા જોઈ જ હશે. પણ હવે વિદ્યાની જગ્યાએ આ કામ માટે શહેરી વિકાસ મંત્રાલયે આજના યુવાઓનો સૌથી લોકપ્રિય ચહેરો એટલેકે અનુષ્કા શર્મા ને પસંદ કરી છે.

આ અભિયાન માં અનુષ્કાને જોડવાનો એક જ મકસદ છે કે તે વધારેમાં વધારે મહિલાઓ સુધી સ્વચ્છતામાં જાગૃત કરાવે.

જાણકારી અનુસાર આના માટે અનુષ્કાએ બે વિડીયો પણ શૂટ કરી લીધા છે. ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો સ્વચ્છ ભારત અભિયાન નો મકસદ છે.

Comments

comments


4,415 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 10