સૌથી મોટો સદગુણ……….
ઓફિસમાં એક મહિલા કર્મચારીની બદલી થતાં એક મિત્રે તેમને પૂછ્યું,
‘દશ વર્ષ સુધી અહીં નોકરી કર્યા પછી હવે બીજી ઓફિસમાં એડજેસ્ટ થવાનું બહુ આકરું નહીં લાગશે? ‘
બહેને કહેલું, ‘બિલકુલ નહીં. આ તો ફક્ત દશ વર્ષની વાત છે, અમે સ્ત્રીઓ બાવીશ તેવીશ વર્ષનો પિયરનો ગાઢ સંબંધ છોડી સાસરે જઈએ ત્યારથી જ એડજેસ્ટ થવાનું શીખી લઈએ છીએ!
સાસરામાં નવા માણસો, નવું ઘર, નવું વાતાવરણ … .. બધું જ નવું હોય છે. એ બધાંને અનુકૂળ થઈ જવા સિવાય છૂટકો હોતો નથી.
હું પરણીને આવી ત્યારે મારા સાસરે ખોરાકમાં મરચાનું પ્રમાણ એટલું વધારે હતું કે જમતી વેળા મારી આંખમાં આંસુ આવી જતા. આજે અડધો શેર કાચા મરચા ચાવી જઈ શકું એટલી ટેવાઈ ગઈ છું! ‘
વાત ખોટી નથી. સ્ત્રીને કુદરતે સ્ટ્રેચેબલ પ્રકૃતિ આપી છે. તેમણે સંસારની ગમે તેવી તીવ્ર તીખાશ પચાવી જવી પડતી હોય છે. મરચાંવાળી રસોઈ શું આખે-આખા મરચાં છાપ પતિ જોડે પણ જીવન જીવી લેવું પડે છે.
અનુકૂલન સ્ત્રીઓનો સૌથી મોટો સદગુણ હોય છે …
સમસ્ત નારી શક્તિને પ્રણામ.