* મનુષ્ય સવારથી માંડી સાંજ સુધી એટલું નથી થાકતો કે ;
જેટલો ક્રોધ અને ગુસ્સાથી માત્ર એકજ ક્ષણમાં થાકી જાય
* જો તમારો મિત્ર તમારી સફળતાથી ઈર્ષ્યા કરતો હોય તો તમે એ વાત સ્પષ્ટ કરી દ્યો કે તે તમારો મિત્ર ક્યારેય હતો જ નહિ.
* મહાન બનવાની ચાહત તો બધામાં જ હોય છે પરંતુ આપણે મહાન બનવાના ચક્કરમાં સારા માણસ બનવાનું ભૂલી જઈએ છીએ.
* કષ્ટ અને વિપત્તિ મનુષ્યને શિક્ષા આપનાર શ્રેષ્ઠ ગુણ છે. જે લોકો સાહસથી એનો સામનો કરે છે તે વિજય પામે છે.
* ઊંચાઈની ઉડાન પર હોવ તો જરા શાંતિ રાખો;
પક્ષીઓ જણાવે છે કે આકાશનું ઠેકાણું નથી હોતું.
* બે બાજુએ જોવાથી વસ્તુ નાની લાગે છે, દુરથી અને અભિમાનથી
* બીજાના અવગુણને ન જુઓ એ જ સૌથી મોટો ત્યાગ છે.
* જિંદગીમાં ગતિ એવી રીતે બનાવો કે દુશ્મન આગળ ન આવી જાઈ અને દોસ્તો પાછળ ન રહી જાય.
* કિસ્મતમાં લખેલું હોય તેના પર કદી નારાજ ન થવું કારણકે;
આપણે એટલા બધા પણ સમજદાર નથી કે કુદરતના ઇરાદાઓ સમજી શકીએ.
* બીજાને એટલું જલ્દી માફ કરી દ્યો કે જેટલું જલ્દી તમે ઉપર વાળા પાસે પોતાની માફીની અપેક્ષા રાખી શકો.
* સમભવ અને અસંભવ ના વચ્ચેનું અંતર વ્યક્તિના નક્કી કરવા પર નિર્ભર હોય છે.
* જયારે તમે જીવનમાં સફળ થાઓ છો ત્યારે તમારા મિત્રને ખબર પડે છે કે તમે કોણ છો, જયારે જીવનમાં તમે અસફળ થાઓ છો ત્યારે તમને ખબર પડે છે કે કોણ તમારા મિત્ર છે.