પ્રાઇવેટ કોલ્સ ની ડીટેલ જાની શકો છો એપ ના જરીયે

જો તમે કોઇ અનનોન કોલરથી હેરાન છો કે પછી કોઇ નંબરની ઓળખ કરવા ઇચ્છો છો તો તેના માટે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. સ્માર્ટફોનની દુનિયામાં અનેક એપ્સ છે જેમાંના કેટલાક યુઝર્સના કામમાં આવી શકે છે. એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને ઓપરેટિંગ સિસ્ટમ પર યુઝર્સને અનેક એપ્સ મળી રહે છે.

પ્રાઇવેટ કોલરની ડિટેલ્સને જાણી લેવું ઘણું સરળ છે. તેના માટે કોઇ ખાસ ટ્રિક નથી. ઇન્ટરનેટ પર અનેક સોફ્ટવેર અને મોબાઇલ એપ્સ પણ મળી રહે છે. જે કોઇપણ ઝંઝટ વિના અજાણ્યા કોલરનું નામ અને તેની જગ્યાની માહિતિ આપી શકે છે. જાણવાજેવું.કોમ આપને બતાવી રહ્યું છે એવા પાંચ સ્માર્ટફોન એપ્સને વિશે

MOBILE NUMBER LOCATOR

મોબાઇલ નંબર લોકેટર નામની  આ એપ ભારત, અમેરિકા અને કેનેડાના ઝોનમાં કામ કરે છે. જો કોઇ અનનોન કોલર હેરાન કરી રહ્યા હોય તો તેની જગ્યા કઇ છે, કયું ટેલિકોમ ઓપરેટર છે અને નંબર કોના નામ પર રજિસ્ટર છે તેની જાણકારી આ એપ આપે છે.

Mobile Locator App

ફીચર્સ 

  • આ એપમાં ગૂગલ 3ડી મેપની સુવિધા છે. નંબર લોકેટ કર્યા બાદ ગૂગલ મેપની મદદથી લોકેશનને પણ સારી રીતે જોઇ શકાય છે.
  • સારી વાત તો એ છે કે આ એપ વિના ઇન્ટરનેટની મદદથી પણ કામ કરી શકે છે.
  • આ એપ ઇનકમિંગ કોલ અને આઉટગોઇંગ કોલ્સ દરમિયાન કોલરની ડિટેલ્સને બતાવી શકે છે.
  • આ ઇર્ન્ફમેશનને બંધ કરવાને માટે કોલ ચાલુ હોય ત્યારે ઓફ બટન દબાવી શકાય છે. તેનાથી કોલ કપાશે નહીં.
  • આ એપની મદદથી કોલ લિસ્ટ પણ જોઇ શકાય છે. ફોન પર આવેલા દરેક કોલ્સની ડિટેલ્સ, સ્ટેટ, લોકેશન, ડેટ, ટાઇમ વગેરેને પણ જોઇ શકાય છે.

ભારતીય યુઝર્સને માટે એસટીડી કોડ અને ઇન્ટરનેશનલ યુઝર્સને માટે આઇએસડી કોડ લિસ્ટથી નંબરની માહિતિ મેળવી શકાય છે, આ એપ ફક્ત સ્ટેટ લોકેશન બતાવી શકે છે. પોર્ટ કરેલા નંબરની જાણકારી આ એપની મદદથી મેળવી શકાતી નથી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,598 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 9 =