સામગ્રી
* ૧/૨ કપ ટુકડા કરેલ ડાર્ક ચોકલેટ,
* ૨ ટીસ્પૂન મિલ્ક,
* ૧૧/૨ કપ ઠંડુ દૂધ,
* ૧/૪ કપ ચોકલેટ આઈસ્ક્રીમ,
* ૨ ટીસ્પૂન ખાંડ,
* ૧/૨ ટીસ્પૂન કોકો પાવડર.
રીત
એક બાઉલમાં ટુકડા કરેલ ડાર્ક ચોકલેટ નાખી તેમાં મિલ્ક નાખીને માઈક્રોવેવ માં ૩૦ સેકંડ માટે મુકવું. માઈક્રોવેવ માંથી કાઢશો એટલે આ મિશ્રણ સોફ્ટ થઇ જશે.
બાદમાં આને બરાબર મિક્સ કરવું. હવે મિક્સરના બોક્સમાં ઠંડુ દૂધ, તૈયાર કરેલ ડાર્ક ચોકલેટનું મિક્સચર, ચોકલેટ આઈસ્ક્રીમ, ખાંડ અને કોકો પાવડર નાખીને મિક્સરમાં બરાબર પીસી લેવું.
હવે આ મિશ્રણને સર્વિંગ ગ્લાસમાં કાઢવું. બાદમાં આ રેડી છે. આને ગાર્નીશ કરવા તમે ઉપરથી ચોકલેટ્સ ના ટુકડાઓ નાખી શકો છો.