અત્યારે જ બનાવો ગ્રાઉન્ડ નટ્સ ટીક્કી

સામગ્રી

Groundnut Tikkis  for chileden recipe

* ૧/૨ કપ શેકેલી અને પાવડર બનાવેલ મગફળીનો ભૂકો,

* ૧/૨ કપ ચણાનો લોટ,

* ૧/૨ કપ સમારેલ પાલક,

* ૫ ટીસ્પૂન ઘઉંનો લોટ,

* ૧૧/૨ ટીસ્પૂન સમારેલ લીલા મરચાં,

* ૧/૨ કપ બાફેલા લીલા વટાણા,

* ૧ ટીસ્પૂન લીંબુનો રસ,

* સ્વાદાનુસાર મીઠું,

* જરૂર મુજબ પાણી,

* ૧ ટીસ્પૂન ગરમ ઓઈલ,

* ૧/૨ ટીસ્પૂન ઓઈલ.

રીત

એક બાઉલમાં શેકેલી અને પાવડર બનાવેલ મગફળીનો ભૂકો, ચણાનો લોટ, સમારેલ પાલક, ઘઉંનો લોટ, સમારેલ લીલા મરચાં, બાફેલા લીલા વટાણા, લીંબુનો રસ અને સ્વાદાનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવું. જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધવો અને ગરમ ઓઈલ નાખી સોફ્ટ લોટ કરવો.

હવે આ લોટ માંથી નાના નાના ગુલ્લાઓ લઇને સપાટ ગોળ આકાર આપવો. ત્યારબાદ નોનસ્ટીક પેનને ઓઈલથી ગ્રીસ કરવું અને  તેના પર ટીક્કીઓ મુકવી. આ ટીક્કીઓને સહેજ દબાવવી અને આજુબાજુ ઓઈલ રેડવું. આ એક સાઈડ બ્રાઉન કલરની થાય એટલે બીજી સાઈડ પલટાવવી અને તેની આજુબાજુ ફરીવાર તેલ નાખવું. તો તૈયાર છે ગ્રાઉન્ડ નટ્સ ટીક્કી.

Comments

comments


7,552 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


5 − 5 =