અઠવાડિયાના ૭ દિવસ, જાણો કયા દિવસે શું કરવું?

maxresdefault

ભગવાનના વ્રત કરવાના અને જરૂરી કામો કયા દિવસે કરવા તે અંગે અલગ અલગ દિવસો બતાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે જો કોઈ કામ તમે કરતા હોવ અને યોગ્ય સમયે તે પૂર્ણ થાય કે પછી કરવામાં આવે તો તેનું ફળ સારું મળે છે. જ્યોતિષ સપ્તાહના સાત દિવસે પ્રકૃતિ અને સ્વભાવ બતાવવમાં આવ્યા છે.

જો આના અનુસાર જરૂરી કાર્યો કરવામાં આવે તો તમારી કિસ્મત તમારો સાથ દે છે. ચાલો જાણીએ…

સોમવાર

આ દિવસ ના સ્વામી સૌમ્ય ચંદ્ર છે. આ દિવસે જન્મ લેનાર બાળક સજ્જન બને છે. આ દિવસે તમે દક્ષીણ, પશ્ચિમ અને વાયવ્ય દિશામાં યાત્રા કરી શકો છો.

મંગળવાર

યુદ્ધ-સેના, અગ્નિ સબંધિત કામ, જાસુસી કાર્ય, વાદ-વિવાદ નિર્યણ વગેરે કાર્યો કરવા માટે મંગળવાર શુભ માનવામાં આવે છે. આ શુભ-અશુભ પ્રભાવો વાળો દિવસ છે. આ દિવસે કરઝ કરવું શાસ્ત્રોમાં નિષેધ માનવામાં આવે છે.

મંગળવાર ને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે તમે મંદિરે જઈને સિંદુર કે ચમેલી નું તેલ હનુમાનજી ને ચઢાવો તો તેઓ તમારા પર પ્રસન્ન થશે. ઋણ ચુકવવા માટે આ દિવસ શુભ માનવામાં આવે છે.

બુધવાર

બુધવાર ના દિવસે ઘન જમા (એકઠું) કરવાથી તે વધતું જાય છે. બુધવાર ના દેવતા વિષ્ણુ દેવ છે. જ્યોતિષ અનુસાર આ દિવસને નપુંસક નો દિવસ માનવામાં આવે છે. આ સિવાય આ દિવસ ગણેશજીનો પણ છે.

આ દિવસે યાત્રાઓ, દલાલી, આભૂષણો ખરીદવા, વાહન ચલાવતા શીખવું, યોજના, હજામત, નવા ચપ્પલ પહેરવા વગેરે કામો કરવા જોઈએ. આ કામથી તમને સફળતા અર્થાત ફાયદો થશે.

5

ગુરુવાર

ગુરુવાર લક્ષ્મી નારાયણ નો દિવસ છે. આ દિવસે લક્ષ્મી અને નારાયણ નું એક સાથ (પતિ-પત્ની) પૂજન કરવાથી તેમની કૃપામાં અપાર વૃદ્ધિ થાય છે. આ દિવસે લક્ષ્મી અને નારાયણનું પૂજન કરવાથી પતિ-પત્નીઓ વચ્ચે ઝઘડા નથી થતા અને પ્રેમ બની રહે છે.

શુક્રવાર

આ દિવસ લક્ષ્મીજી નો દિવસ છે. માં લક્ષ્મી તંત્ર શાસ્ત્ર અનુસાર બતાવવામાં આવેલ ઉપાયને ઘ્યાનમાં રાખવાથી લક્ષ્મીદેવી જલ્દીથી પ્રસન્ન થઇ જશે. જો લક્ષ્મીજી પ્રસન્ન થાય તો ભક્ત માલામાલ થઇ શકે છે.

આ સિવાય આ દિવસે દક્ષિણાવર્તી શંખ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો. તેઓ આનાથી પ્રસન્ન થશે.

શનિવાર

શનિવાર સૂર્યપુત્ર શનિદેવ ને સમર્પિત કરે છે, એટલેકે આ દિવસ તેમને સમાપિત કરે છે. આ દિવસે તેલથી બનેલ ભોજન ભિખરીને ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા તમારા પર બને છે.

આ દિવસે તમે પ્લાસ્ટિક, તેલ, પેટ્રોલ, લાકડી, કૃષિ સબંધિત, સિમેન્ટ વગેરે જેવી વસ્તુઓ ખરીદી શકે છે.

રવિવાર

જનરલી બધા લોકો રજાના દિવસને રવિવાર નો દિવસ કહે છે. માનવામાં આવે છે કે જે લોકો રવિવારના દિવસે જન્મે છે એ ભાગ્યશાળી હોય છે. જો આ દિવસે પૂર્વ દિશામાં જરૂરી કાર્ય માટે ટ્રાવેલિંગ કરવામાં આવે તો તમને ચોક્કસ સફળતા મળશે.

આ દિવસે તમે ઔષધી અને દવાઓનું સેવન કરી શકો છો. ઉપરાંત આ દિવસે સોનું, તાંબુ, અગ્નિ કે વીજળી સબંધિત વાસ્તુવસ્તુઓ તમે પર્સેઝ કરી શકો છો. આ દિવસને ભગવાન સૂર્ય નો દિવસ માનવામાં આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,690 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>