આ ટાઇટલ વાંચીને જ તમને એમ થશે કે શું આવું પણ હોઈ શકે ખરા? દુનિયામાં આવા હઝારો નમૂનાઓ છે, જે દુનિયામાં ભલે રહે તેમની આદતો દુનિયાના લોકો કરતા કઈજ અલગ જ છે. આ મહિલાની ટેવ વિષે ચાલો જાણીએ આ પૂરી સ્ટોરી…
યુએસના મિઝોરી પ્રાંતમાં રહેતી એક મહિલા, એક અઠવાડિયા માં લગભગ 20 એર ફ્રેશનરના કેન ભરીને પી જાય છે. આ મહિલાનું નામ ‘એલ્વિન‘ છે. સામાન્ય રીતે લોકોને દારુ, ડ્રગ્સ વગેરે જેવા કેફી પદાર્થોની ટેવ હોય છે, પણ એલ્વિન ની આ આદત તેને દુનિયાથી અલગ પાડે છે. એલ્વિન 27 વર્ષીય છે અને તેના બે બાળકો પણ છે.
આ મહિલાને એવી ખરાબ ટેવ પડી ગઈ છે કે તે એરફ્રેશનર પિયા વગર રહી જ નથી શકતી. એલ્વિન એક ફર્નિચર સ્ટોરમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે.
એલ્વિન પાછલા ત્રણ વર્ષોથી એરફ્રેશનર નું સતત સેવન કરે છે. એરફ્રેશનર નું સેવન કરતી વખતે એલ્વિન ક્યારેક મોઢામાં સ્પ્રે કરે છે તો ક્યારેક કપમાં બરફના ટુકડા નાખીને કરે છે. જોકે, એરફ્રેશનર બનાવવામાં ઉપયોગી તત્વો ખતરનાક હોય છે, જે ઝેર સમાન ઘાતક સાબિત થઇ શકે છે. એલ્વિન ની આ ઉટપટાંગ આદતને કારણે ડોક્ટર્સ જણાવે છે કે, જો તે આ હેબીટ નહી છોડે તો તેનું મૃત્યુ પણ થઇ શકે છે. પોતાની આ આદતને કારણે એલ્વિન મૃત્યુને પણ માત આપી શકે છે.
એલ્વિન આનું સેવન દિવસ દરમિયાન ત્રણ વખત કરે છે સવારે, બપોરે અને સાંજે. એલ્વિનની આ ટેવ વિષે લોકોને ‘My strange addiction’ નામના રિયાલિટી શો પરથી ખબર પડી હતી. એલ્વિન ઘરે હોય કે ઓફીસ પણ તે બધા સમયે એરફ્રેશનર ને પોતાની સાથે જ રાખે છે.
તેનું માનવું છે કે તેણે સૌપ્રથમ આકસ્મિક રીતે એરફ્રેશનર નો ટેસ્ટ કરી લીધો હતો. ત્યારબાદ તેને એરફ્રેશનને પોતાની આદત બનાવી લીધી. અલબત્ત, તે જણાવે છે કે તે ધીરે ધીરે આ આદતને છોડવાની કોશિશ કરી રહી છે.