અજાણથી કરેલ આ કામોથી લક્ષ્મી દેવી થાય છે પ્રસન્ન

Maa-Maha-Lakshmi-Devi-Laxmi-Goddess-of-Wealth

અપાર ઘન પ્રાપ્ત કરવા આચરણ અને શુદ્ધ વિચાર હોવા જરૂરી છે. તમે આખો દિવસ લક્ષ્મી દેવીને પ્રસન્ન કરવા માટે ઘણા બધા કામો કરતા હશો. અમુક લોકો તો એવા પણ હોય છે જેમણે સખત મહેનત કરવા છતા પણ લક્ષ્મીની પ્રાપ્ત નથી થતી. વાસ્તુશાસ્ત્રમાં ઘન પ્રાપ્તિ માટે અમુક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેણે તમે કરો તો છો પણ એ નથી ખબર હોતી કે આમ કરવાથી દેવીની ધન પ્રાપ્ત થાય છે.

* ઘરમાં સુંદર મંદિર બનાવો અને સજાવટ કરો. ભગવાન ના દર્શન માત્રથી પણ ઘણા કષ્ટો દુર થાય છે. આ જ કારણથી ઘરમાં દેવ-દેવીની પ્રતિમા રાખવાનું મહત્વ છે. આમ કરવાથી દેવ-દેવીના આશીર્વાદ તમારી પર હંમેશાં રહે છે. સાથે જ નવ ગ્રહ પણ તમારા અનુકુળમાં રહેશે.

* શાસ્ત્રોમાં ‘અતિથી દેવો ભવ:’ કહેવામાં આવ્યું છે. એટલે કે મહેમાનોને ભગવાન સમાન માનવામાં આવે છે. આપણા ઘરે આવેલ દરેક મહેમાનને સાદરભાવે સત્કાર કરવો જોઈએ. તેમની સાથે મધુર વાક્યોનો પ્રયોગ કરવો અને કટુ વચન તો તેમને ક્યારેય ન કહેવા, ચાહે તે આપણો એનીમી કેમ ન હોય. આમ કરવાથી ધનની દેવી લક્ષ્મી પ્રાપ્ત થાય છે.

* ઘરને હંમેશાં ચોખ્ખું રાખવું. આમ કરવાથી દેવી-દેવતાનો પ્રવેશ આપણા ઘરમાં થાય છે. ઘરમાં ભંગાર ન રાખવો અને આમતેમ પડેલા કચરા પણ ન રાખવા.

* પૂજાસ્થાન ટોયલેટની સામે પણ ક્યારેય ન હોવું જોઈએ, કેમ કે ટોયલેટ પર શુક્રનો પ્રભાવ હોય છે જ્યારે પૂજાના સ્થાન પર બૃહસ્પતિનો અધિકાર છે. શુક્ર અનૈતિક સંબંધ અને ભૌતિકવાદી વિચારધારાનું સર્જન કરે છે. તે સાથે શુક્ર ગ્રહની પ્રવૃત્તિ રાક્ષસી હોય છે. મંદિર કે પૂજાસ્થાન સીડીઓની (દાદર) નીચે પણ ક્યારેય ન હોવું જોઈએ.

* ભોજન માટે બનાવેલી રોટલીમાંથી પહેલી રોટલી ગાયને આપવી. ધર્મગ્રંથો મુજબ ગાયમાં બધાં જ દેવી-દેવતાઓ નિવાસ કરે છે. જો દરરોજ ગાયને રોટલી આપવામાં આવે તો બધાં દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે.

* ઘરમાં સાફ-સફાઈ રાખવી. દરરોજ સવારે ઝાડૂ-પોતા કરવા. સાંજના સમયે ઘરમાં ઝાડૂ પોતા કરવા નહીં. આવું કરવાથી મા લક્ષ્મી રિસાઈ જાય છે અને સાધકને આર્થિક હાનિનો સામનો કરવો પડે છે.

* રસ્તામાં થૂંકવાની ટેવ હોય તો તેવા લોકો પર લક્ષ્મી દેવી નારાજ થાય છે.

* ઘરમાં આપણા વૃદ્ધ માતાપિતાની સારી રીતે દેખભાળ કરવી. જે ઘરમાં રોજ ઝઘડાઓ થતા હોય અને વુધ્ધોનું અપમાન થતું હોય તો દેવી ક્યારેય પ્રસન્ન નથી થતા.

Comments

comments


22,146 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 2 =