અજમાવો અમુક ઉપયોગી કુકિંગ ટીપ્સ

cooking_tips_for_tastier_food

*  ઘઉંનો લોટ પીસ્તા સમયે ૧૦ કિલો લોટમાં ૧ કિલો સોયાબીન નાખીને પીસો. આનાથી રોટલીનો સ્વાદ વધી જશે. ઉપરાંત ઘઉં, બાજરો, મકાઈ અને ચણા નાખીને એકસાથે પીસ્વાથી પણ રોટલી સ્વાદિષ્ટ બનશે.

*  સોસ વધારે પડતો ગળ્યો થઇ ગયો હોય તો તેમાં લીમ્બુનો રસ નાખવાથી તે ઓછુ ગળ્યું થશે.

*  જો શાકમાં કે સૂપમાં વધારે મીઠું પડી ગયું હોય તો ૧/૪ ભાગમાં બટાટા પીસીને નાખી દો. બટાટા મીઠુંનો સ્વાદ ગ્રહણ કરી લેશે અને સ્વાદમાં કઈ ફરક નહિ પડે. ભોજન તો સ્વાદિષ્ટ જ રહેશે.

*  એક વાટકામાં ડુંગળીને બે ભાગમાં ટુકડા કરીને પાંચ મિનીટ બોળવી. આમ કરવાથી ડુંગળી સમારતી વખતે તમારી આંખમાંથી પાણી નહિ નીકળે.

*  ઘટ્ટ દહીં જમાવવા માટે ફુલક્રીમ દૂધનો ઉપયોગ કરો.

*  ઉપમામાં ઝીણી સમારેલી કોબી નાખવાથી ઉપમા સ્વાદિષ્ટ લાગે છે.

*  ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપા નાખવાથી ભાત એકદમ સફેદ બનશે. ઉપરાંત એક સ્પૂન તેલ નાખવાથી ચોખાના દાણા છુટ્ટા પડી રહેશે.

*  મહિનામાં એકવાર મિક્સર અને ગ્રાઈંડરમાં મીઠુ નાખીને ચલાવી દેવામાં આવે તો તેની બ્લેડ ઝડપી (ધારવાળી) થઈ જાય છે.

*  સિરકાના ઉપયોગથી તમે કિચનની દુર્ગંધ દુર કરી શકો છો. પોતા મારતા સમયે પાણીમાં સફેદ સિરકાના બે ત્રણ ટીપા નાખી પ્લેટફોર્મમાં પોતું કરવું. આનાથી દાગ નહિ રહે.

*  દહીં (કર્ડ) માં એક ચમચો ફુદીનાની ચટણી અને મીઠું ઉમેરવાથી નવા સ્વાદવાળી દહીં/ફુદીનાની ચટણી બની જશે.

*  લસણના ફોંતરા ઝડપથી કાઢવા હોય તો તેને થોડુ ગરમ (શેકવું) કરી લો.

Comments

comments


13,383 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


× 6 = 42