‘અક્સર’ ના સિકવલમાં જોવા મળશે ‘ખલ્લાસ ગર્લ’ ઝરીન ખાન!

zarin

બોલીવુડની હોટ અને ફેમસ અભિનેત્રી ઝરીન ખાન ‘અક્સર’ ના સિકવલમાં જોવા મળી શકે છે. ઝરીને પોતાના કરિયરની શરૂઆત સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘વીર’ થી કરી હતી.

ફિલ્મ ‘અક્સર’ ની પહેલી સીરીઝમાં ઈમરાન હાશ્મી, ઉદીતા ગોસ્વામી અને ડીનો મોરિયાએ અભિનય કર્યો હતો. અક્સર ફિલ્મ એક બોલ્ડ કન્ટેન્ટ પર આધારિત સસ્પેન્ડ થ્રીલર હતી. તેનાથી અનુમાન લગાવી શકાય છે કે તેની નેક્સ્ટ સીરીઝ ‘અક્સર 2’ પહેલા કરતા પણ વધારે બોલ્ડ હશે.

અક્સર ફિલ્મનું સિકવલ ડાયરેક્શન અનંત મહાદેવન કરશે. ઝરીન ને ફિલ્મ ‘વીર’ થી બોલીવુડમાં સફળતા નહોતી મળી. પાછલા વર્ષે વિશાળ પંડ્યાની રીલીઝ થનારી ફિલ્મ ‘હેટ સ્ટોરી 3’ માં ઝરીન ખાને ખુબજ કામુકતાના સીન્સ કર્યા હતા.

બોલીવુડમાં તેને હેટ સ્ટોરી 3 જેવી બોલ્ડ ફિલ્મ કરીને પોતાના ડૂબતા કરિયરને બચાવ્યું હતું. એવામાં તેને એવી ફિલ્મ મળી ગઈ છે જે હીટ ફિલ્મનું સિકવલ છે. દર્શકોને ‘હેટ સ્ટોરી 3’ માં ઝરીન ખાન ના બોલ્ડ દ્રશ્યો પસંદ આવ્યા હતા. ફિલ્મ અક્સર માં પણ લોકોને ઝરીનના બોલ્ડ દ્રશ્યો જોવા મળશે. જોકે, આ ફિલ્મ વિશે કોઈ ઓફીશીયલ જાણકારી નથી આપવામાં આવી.

Comments

comments


5,414 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 16