સિંઘાનિયાનું જેકે હાઉસ ટક્કર આપશે અંબાણીના એન્ટિલિયાને

ગૌતમ સિંઘાનિયા

Ambani's Antilla will fight JK Singhania House

દેશમાં અત્યાર સુધી મુકેશ અંબાણીનું અલ્ટામાઉન્ટ રોડ સ્થિત ઘર એન્ટિલિયાના નામે દેશના સૌથી વિશાળ રહેણાક ટાવર હોવાનો રેકોર્ડ હતો. પરંતુ, હવે મહારાષ્ટ્ર સરાકરે એક અન્ય ગગનચુંબી રહેણાક ઇમારત બનાવવાને મંજૂરી આપી દીધી છે. આ ગગનચુંબી ઇમારત સિંઘાનિયા પરિવારનું જે.કે. હાઉસ હશે જેમાં 37 માળ હશે. દક્ષિણી મુંબઈના બ્રીચ કેન્ડી વિસ્તારમાં સિંઘાનિયા પરિવારના રહેણાક ટાવર પ્રોજેક્ટ જે.કે. હાઉસ પર નિર્માણ કાર્ય ફરીથી શરૂ કરવાની રાજ્યના શહેરી વિકાસ વિભાગે મંજૂરી આપી છે.

લગભગ ત્રણ વર્ષ પહેલા બીએમસીએ આ પ્રોજેક્ટ માટે કામ રોટો નોટિસ ફટકારી હતી. સિંઘાનિયા પરિવાર દ્વારા નવી યોજના જમા કરાવ્યા બાદ તરત જ જે.કે. હાઉસમાં કામ શરુ થઈ શકે છે. બીએમસીના પૂર્વ આયુક્ત સીતારામ કુંતેએ આ રહેણાક પ્રોજેક્ટ પર વાંધો ઉઠાવતા કામ રોકવાનો આદેશ આપ્યો હતો.

જે.કે. હાઉસ એક એકરના પ્લોટમાં બનશે જેના પર પહેલેથી જ પરિવારનું 1960માં બનેલ બે માળનો ગ્રાઉન્ડ પ્લસ બંગલો છે. નવી ઈમારતમાં બેસમેન્ટ પ્લસ સ્ટિલ્ટ્સ, પ્રથમ અને બીજા માળે પર દુકાન, ત્રીજા અને 14માં માળની વચ્ચે પાર્કિંગ અને બે રિફ્યૂઝ ફ્લોર હશે. 15થી 18માં માળની વચ્ચે એક સંગ્રહાલય હશે. 19માં માળ પર સર્વિસ એરિયા જ્યારે 20માં માળથી લઇને 36માં માળ પર રહેણાક, રિફ્યૂઝ એરિયા અને અન્ય સુવિધાઓ અને એસી પ્લાન્ટ રૂમ હશે. ઇમારતની ઉંચાઈ 142.56 મીટર છે.

અત્યાર સુધી ભારતમાં સૌથી મોંઘા ઘરની વાત આવે એટલે મુકેશ અંબાણીનું નામ જીભે આવ્યા વિના રહે નહી. પરંતુ મુકેશ અંબાણી ઉપરાંત ધનાઢ્ય પણ ભારતમાં છે, ચાલો આજે આ બધાએ બાંધેલા ઘરો પર એક નજર નાખીએ. દરેક ઘરની વિગત આશરે લખેલી છે, તેમાં આજની દ્રષ્ટિએ વધારો કે ઘટાડો શક્ય છે.

મુકેશ અંબાણીનું ઘર – એન્ટેલિયા

Ambani's Antilla will fight JK Singhania House

એન્ટિલિયા… વિશ્વ વિખ્યાત એવું આ ઘર ભારતના સૌથી શ્રીમંત એવા મુકેશ અંબાણીનું છે, જે ફક્ત મોંઘુ નહી જ નહી પરંતુ વિશ્વનું સૌથી વધુ ખર્ચાળ ઘર પણ છે. તેની કિંમત 1 અબજ ડોલર છે. તે 27 માળનું છે અ 4 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે.

રતન તાતાનું ઘર

Ambani's Antilla will fight JK Singhania House

રતન તાતાનું રિયારમેન્ટ હોમ સી ફેસિંગ છે. તે મુંબઇમાં કોલાબામાં આવેલું છે. તે તાતા સન્સની ઓફિસથી ફક્ત 20 મિનીટ દૂર છે. આશરે 13,000 ચો.મીટરમાં ફેલાયેલું ત્રણ માળનું ઘર છે.

અનિલ અંબાણીનું ઘર

Ambani's Antilla will fight JK Singhania House

મુકેશ અંબાણી વિશ્વમાં સૌથી મોઘું ઘર બનાવે તો અનિલ અંબાણી કેમ પાછળ રહી જાય? અનિલ અંબાણી મોટા ભાઇ કરતા પણ મોંઘું ઘર બનાવવાની ફિરાકમાં છે, તેઓ 5000 કરોડના ખર્ચે ઘર બનાવશે, જે એન્ટિલિયા કરતા ઘણું મોંઘુ હશે. મુંબઇના બાંદ્રા વિસ્તારમાં આવેલા આ ઘરનું બાંધકામ હાલમાં ચાલુ છે, પરંતુ એક વખત પૂર્ણ થઇ ગયા પછી તે વિશ્વમાં સૌથી મોંઘુ ઘર બનશે.

વિજય માલ્યાનું ઘર

Ambani's Antilla will fight JK Singhania House

વિજય માલ્યા અનેક ઘર ધરાવે છે, તેમાં સૌથી શ્રેષ્ઠ બેંગલોર ખાતેનું ઘર, જે બેંગલોરમાં યુબી સિટીની પાછળ આવેલું છે.

શાહરૂખ ખાનનું ઘર

Ambani's Antilla will fight JK Singhania House

ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનનો બંગલ ‘મન્નત’ મુંબઇમાં જાણીતુ ઘર છે, તે ટૂરિસ્ટ સર્કિટમાં તે અગત્યનું સ્થાન ધરાવે છે.

લક્ષ્મી મિત્તલનું ઘર

Ambani's Antilla will fight JK Singhania House

સ્ટીલ ટાયકૂન લક્ષ્મી મિત્તલ વિશ્વ આખામાં અનેક ઘર ધરાવે છે, ભારતમાં તે દિલ્હીમાં ઔગંરઝેબ માર્ગ પર પોતાનો બંગલો ધરાવે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,882 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>