અંજીર ખાવાના છે સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ

health-benefits-of-anjeer

અંજીરને અંગ્રેજીમાં ફીગ કહેવામાં આવે છે. યુનાન દેશોમાં આને ગરમ પદાર્થ માનવામાં આવે છે. પણ આયુર્વેદમાં આને ઠંડી ઔષધ માનવામાં આવે છે. અંજીર અફઘાનિસ્તાન ના કાબુલમાં વધારે થાય છે. આના ઝાડ લગભગ ૪.૫ થી ૫.૫ મીટર ઊંચા હોય છે.

*  આમાંથી તમને કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ, ફાઈબર, વિટામીન બી 6, કોપર, મેંગેનીઝ અને પેન્ટેનાઈક એસિડ મળી આવશે જે અનેક રોગો મટાડવા માટે ઉપયોગી છે.

*  આમાં ફાયબર ઉચ્ચ માત્રામાં હોય છે. અંજીરના ત્રણ ટુકડામાં ૫ ગ્રામ ફાયબર હોય છે, જે રોજની ૨૦ ટકા જરૂરિયાત પૂરી કરવા માટે સક્ષમ છે. આના સેવનથી કબજીયાત ની બીમારી દુર થાય છે અને પેટ સબંધિત બીમારી પણ દુર થાય છે.

*  મોઢામાં પડેલ છાલા દુર કરવા માટે અંજીરનો રસ ઉપયોગી છે.

*  ઠંડીમાં આને ખાવાથી શરીરમાં ગરમી ઓછી લાગશે.

*  એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે અંજીર શરીરમાંથી મળી આવતા હાનીકારક તત્વોને બહાર કાઢે છે. જે હૃદયના વિકાસ માટે નડતરરૂપ ગણાય છે.

*  ઓછુ પોટેશિયમ અને વધારે સોડીયમ લેવલના કારણે હાયપરટેન્શન ની સમસ્યા થાય છે. અંજીરમાં પોટેશિયમ ઓછુ અને સોડીયમ વધારે હોય છે. તેથી જ આ હાયપરટેન્શન ની સમસ્યાથી તમને બચાવશે.

dried-figs-health-benefits-for-repub

*  એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર અંજીર ફ્રી-રીડીકલ્સ ની ક્ષતિ થી ડી.એન.એ ની રક્ષા કરે છે. જેનાથી કેન્સરની સંભાવના ઓછી થવાની શક્યતા છે.

*  અંજીરમાં કેલ્શિયમ ખુબ વધારે હોય છે, જે હાડકાને મજબુત બનાવે છે.

*  ડાયાબીટીસ ના રોગોમાં અન્ય ફળોની તુલનામાં અંજીરના સેવનથી વિશેષ લાભ થાય છે.

*  અમુક લોકોને ખુબ જ થકાન મહેસુસ થતી હોય છે. તેવા લોકોએ આનું સેવન કરવું જોઈએ.

*  સ્ત્રીઓ માં સ્તન કેન્સરનો ખતરો વધારે હોય છે. જો આનાથી તમારે બચવું હોય તો તમારે અંજીરનું સેવન કરવું.

*  અંજીરને દૂધમાં ઉકાળીને સવારે સાંજે પીવાથી યૌનશક્તિ વધે છે.

Comments

comments


8,669 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 13